જૂનાગઢ શહેર ભાજપનાં યુવા મોર્ચા તેમજ વોર્ડ નં. ૩નાં પ્રભારી તરીકે નિતીન સુખવાણીની નિયુકતિ : અભિનંદનની વર્ષા

જૂનાગઢ શહેર ભાજપનાં યુવા મોર્ચા તેમજ વોર્ડ નં. ૩નાં પ્રભારી તરીકે નિતીન સુખવાણીની નિયુકતિ : અભિનંદનની વર્ષા

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા દ્વારા જૂનાગઢ મનપાનાં ૧ થી ૧પ વોર્ડમાં વોર્ડ પ્રભારીની નિમણુંક તેમજ વિવિધ મોર્ચાનાં પ્રભારીની પણ નિમણુંક કરવામાં આવી છે. સિંધી સમાજનાં યુવા અગ્રણી નિતીનભાઈ સુખવાણીની વોર્ડ પ્રભારી તેમજ યુવા મોર્ચાનાં પ્રભારી તરીકે જવાબદારી નિયુકત કરવામાં આવતાં તેમને વ્યાપક આવકાર આપવામાં આવી રહેલ છે.
જૂનાગઢ શહેર ભાજપનાં માળખામાં સંગઠનાત્મક કામગીરીને લઈને નવી નિમણુંકો આપવામાં આવી છે. જેમાં વોર્ડ પ્રભારી તેમજ વિવિધ મોર્ચાનાં પ્રભારીની પણ નિમણુંક કરવામાં આવી છે. નિમણુંક પામેલા ભાજપનાં કાર્યકર્તાઓને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં સિંધી સમાજનાં યુવા અગ્રણી નિતીનભાઈ સુખવાણીને વોર્ડ નં.૩નાં પ્રભારી તરીકેની જવાબદારી નિયુકત કરવામાં આવી છે. આ ઉપરાંત નિતીનભાઈ સુખવાણીને યુવા મોર્ચાનાં પ્રભારી તરીકેની પણ જવાબદારી નિયુકત કરવામાં આવી છે. નિતીનભાઈ સુખવાણીની ભાજપનાં સંગઠન માળખામાં મહત્વનાં પદ ઉપર થયેલી આ નિમણુંકને ઠેર ઠેરથી વ્યાપક આવકાર મળી રહયો છે. અને તેઓને અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવી રહી છે.