જૂનાગઢ ખાતે ૧૦ દિવસીય સાહસિક ‘ખડક ચઢાણ’ શિબિર સંપન્ન : ૩૬ તાલીમાર્થીઓએ મેળવી તાલીમ
ગોંડલની હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ૩૬ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા
જૂનાગઢ, તા.૧૪
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં શ્રી ગંગોત્રી વિદ્યા મંદિર, હાઇસ્કુલ ગોંડલના 22 તાલીમાર્થીઓ, સ્વ ખર્ચે 14 સહીત કુલ 36 જેટલા તાલીમાર્થીઓ એ તાલીમ લીધી હતી.
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન ડો.પૂર્ણાંશુ ભાઈ દુધાત્રા, ગ્રામ ઉદ્યોગ મંદિર પ્રાથમિક શાળા, જૂનાગઢ, કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડએ આપી હતી.
કેમ્પના તાલીમાર્થી પ્રથમેશ રાણે, જાડેજા જીતરાજસિહ, સાસલા પ્રતિક તથા પાર્થભાઈ દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ડો.પૂર્ણાંશુ ભાઈ દુધાત્રાએ તાલીમાર્થીઓને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતુ. તેમજ કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ SVIM માઉન્ટ આબુ એ પર્વતારોહણની તાલીમના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવી હતી. તથા આવી સાહસિક તાલીમ શિબિરમાં વધુ ને વધુ જાેડાવાની અપીલ કરી હતી. અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પાર્થભાઈ તથા પ્રથમેશ રાણેએ કર્યું હતુ. આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, પ્રદીપકુમાર વિવેક ડાભી જસદણ, નયના મુલાણી ગઢડાએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.


