સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા વાણંદ જ્ઞાતિની  દીકરીના એ.ટી.એમ. લગ્ન  યોજાયા

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા વાણંદ જ્ઞાતિની  દીકરીના એ.ટી.એમ. લગ્ન  યોજાયા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.10
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આજરોજ તારીખ 9-7-26ને ગુરૂવારના રોજ અંબિકા ચોક, અખંડ રામધૂન મંદિર ખાતે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી સુશીલાબેન છોટાલાલ શાહ હોલમાં ગામ નાંદરખી નિવાસી વાણંદ જ્ઞાતિની ( માતા પિતા વિહોણી:) કુ. તૃપ્તિબેન ઝાલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. આ લગ્નમાં દીકરીને 51 જેટલી વસ્તુઓ સંસ્થા દ્વારા કરિયાવરમાં આપવામાં આવેલ હતી. આજના મોંઘવારીના યુગમાં પોતાના લાડકવાયા સંતાનોને પરણાવવાએ ખરેખર મધ્યમ વર્ગના પરિવાર માટે પ્રાણપ્રશ્ન છે, આવા કપરા સમયમાં જૂનાગઢની સેવાભાવી સંસ્થા એટલે કે સત્યમ સેવા યુવક મંડળ હંમેશા વ્હારે આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી લગભગ 2200 જેટલી દીકરીઓને કરિયાવર આપી અને ધામધૂમથી સાસરે વડાવેલ છે. આ સંસ્થા દ્વારા એ.ટી.એમ લગ્ન સાથે દર વર્ષે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ  મનસુખભાઈ વાજા દ્વારા જણાવવામાં આવેલ કે કોઈપણ જ્ઞાતિની દીકરી હોય એ પરિવારને આ પ્રકારે એટીએમ લગ્ન કરવા હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરી શકે છે. આ દીકરીને આશીર્વાદ આપવા માટે હીલધારી પ્રોજેક્ટ ગ્રુપના નીરજભાઈ ગુપ્તા, હાદિર્કભાઈ તેમજ પાર્થભાઈ ઉપરાંત વાણંદ સમાજના અગ્રણીઓ બીપીનભાઈ ભટ્ટી, રાજેશભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, બટુક બાપુ, પુષ્પાબેન પરમાર, જયાબેન પરમાર, સરોજબેન ઠાકર, ભરતભાઈ લાખાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોષી, ચંપકભાઈ જેઠવા, પ્રજ્ઞેશભાઈ વાજા, સરોજબેન જોષી તેમજ મનોજભાઈ સાવલિયાએ જહેમત ઉઠાવેલ હતી.