મથુરામાં જન્માષ્ટમીએ આકાશમાં કૃષ્ણલીલાનો ભવ્ય નજારો સર્જાશે

મથુરામાં જન્માષ્ટમીએ આકાશમાં કૃષ્ણલીલાનો ભવ્ય નજારો સર્જાશે

(એજન્સી)            મથુરા, તા.૩
જન્માષ્ટમીની ઉજવણી માટે મથુરા-વૃંદાવન સજીને તૈયાર છે. મુખ્ય મંદિરો, ચોક અને રસ્તાઓ પર આકર્ષક રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. આ વખતે ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને ૫૦૦ ડ્રોનના શોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જયારે બાંકે બિહારી મંદિરની વર્ષમાં એકવાર થનારી મંગલા આરતીનું પહેલી વાર લાઈવ પ્રસારણ થશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત દેશભરમાંથી ૧૦૦૦થી વધુ કલાકારો બે ડઝનથી વધુ નાના અને લગભગ અડધો ડઝન મુખ્ય મંચ પર રજુઆતો કરશે. મથુરામાં ૪ સપ્ટેમ્બરની રાત્રે ૯થી૧૦ વાગ્યા સુધી કિશોરી રમણ બીએડ કોલેજથી ૫૦૦ ડ્રોનનો ખાસ લાઈટ શો યોજાશે. આકાશમાં વિભિન્ન ડ્રોન કૃષ્ણ લીલા સાથે સંકળાયેલી વિભિન્ન આકૃતિઓ બનાવશે.