ગુજરાતમાં પ્રદુષણમાં ચિંતાજનક વધારો : શ્વાસની ઈમરજન્સીના કેસોની સંખ્યા ૧.ર૯ લાખે પહોંચી

ગુજરાતમાં પ્રદુષણમાં ચિંતાજનક વધારો : શ્વાસની ઈમરજન્સીના કેસોની સંખ્યા ૧.ર૯ લાખે પહોંચી

(બ્યુરો)         અમદાવાદ, તા.૨
ગુજરાતમાં ધૂળ, ધુમાડો અને હવામાં રહેલા ઝેરી રજકણોને કારણે ફેફસાંના ઈન્ફેક્શન અને શ્વાસ લેવાની તકલીફના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સવિર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫માં શ્વાસની તકલીફના કુલ ૧,૨૯,૩૫૨ ઈમરજન્સી કેસ નોંધાયા છે, જે ગત વર્ષ ૨૦૨૪ના ૧.૨૪ લાખ કેસની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ, ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૫૫ જેટલી શ્વાસની ઈમરજન્સી નોંધાય છે. રાજ્યના મેટ્રો સિટી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હોવાથી અહીં સૌથી વધુ ૩૧,૧૬૨ કેસ નોંધાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ પછી ફેફસાંની કાર્યક્ષમતામાં ઘટાડો થયો છે અને ર્ઝ્રંઁડ્ઢ (ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ના કેસોમાં ૩૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.