અરણિયાળા ગામે ચબુતરા માટે ૨.૫૦ લાખનું દાન : ખાતમુહુર્ત
(નરેશ પુરોહિત દ્વારા)
મેંદરડા તા.ર
મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે પાદરમાં પક્ષીપ્રેમીએ કબુતર, મોર, ચકલીઓ, ખિસકોલી માટે રૂપિયા અઢી લાખ જેવી માતબર રકમનું દાન જમનભાઈ કરમણભાઈ પાઘડાર (માસ્તર)એ કરેલ જેનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. જેમાં સેવાભાવી ગોકળભાઈ પાઘડાર, નારણભાઇ ડોબરિયા, સી.કે. પાઘડાર, વાલભાઈ ડાંગર, ભરતભાઇ ડાંગર, સુખાભાઈ વેગડા, રમેશભાઈ ડોબરિયા, નરેશ પુરોહિત, શાસ્ત્રી મંદીપભાઈ પુરોહિત તથા ગામના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તન, મનથી સહકાર આપવા ખાત્રી આપી હતી. આવા ઉમદા કાર્ય માટે જમનભાઈ પાઘડારનો આભાર માનેલ હતો.


