માધવપુરના આંબેડકર નગરમાં મોત બનીને જળુબી રહેલો જર્જરિત વીજપોલ

કોઈ જાનહાની કે ખાના ખરાબી સર્જાય તે પહેલા દૂર કરવા માંગ

માધવપુરના આંબેડકર નગરમાં મોત બનીને જળુબી રહેલો જર્જરિત વીજપોલ

(પ્રતિનિધિ દ્વારા)
માધવપુર ઘેડ તા.23
પોરબંદર તાલુકાના છેવાડે આવેલા માધવપુર ગામે આવેલા અહીંના આંબેડકર નગરમાં છેલા બે ત્રણ વર્ષથી અંત્યગ જર્જરિત બની ગયેલા બિન ઉપયોગી વીજપોલને આ સ્થળેથી દૂર કરવા માટે અહીંની પી.જી.વી.સી.એલ.ની કચેરીના નાયબ ઇજનેરને જાણ કરવા છતાં હજુ સુધી આ મોત બનીને ઉભા વીજપોલને દૂર કરવામાં આવેલ ન હોવાથી ગમે ત્યારે આ જર્જરિત વીજપોલ નીચે ધસી પાડવાનો આજુબાજુના રહીશોને સતત ભય સતાવી રહ્યો છે. આ વીજપોલ ગમે ત્યારે ધસી પડે અને કોઈ ખાના ખરાબી કે જાન હાની સર્જાય તે પહેલા આ વીજપોલને યુદ્ધના ધોરણે દૂર ખચેડવાની લોકોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના આવેલા માધવપુર ગામે અહીં આવેલા આંબેડકર નગરમાં માધવપુરના અનુસૂચિત જાતિના અગ્રણી અને સામાજીક કાર્યકર શાંતિલાલ મેવાડા ના મકાનની બાજુમાં અડીને આવેલ અત્યંત જર્જરિત બની ગયેલો પી.જી.વી.સી. એલ.નો વીજપોલ બે ત્રણ વર્ષથી મોતના માચડા સમાન અડીખમ ઉભો હોવાથી ગમે ત્યારે નીચે ધસી પાડવાનો આ વિસ્તારમાં વીજપોલ ફરતે આજુબાજુમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના લોકોને કાયમી માટે સતત ભય સતાવી રહ્યો છે. જેથી આ વીજપોલને આ સ્થળેથી તાત્કાલિક ધોરણે દૂર ખચેડવા માટે આ અંગેની એકાદ મહિના પહેલા માધવપુર પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર કોડિયાતરને રજૂઆત કરવામા આવેલી છે તેમ છતાં આ વીજપોલને હજુસુધી દૂર કરવામા આવેલ નથી આમ આ વીજપોલ જર્જરિત બની ગયેલો હોવાથી વીજ કંપની દ્વારા આ વીજપોલની બાજુમા આજથી અંદાજે બે ત્રણ વર્ષ પહેલા એક નવો વીજપોલ નાખવામાં આવેલો છે જેથી હાલમાં આ વીજપોલ તદન બિન ઉપયોગી બની ગયેલો છે. પરંતુ આ આ બિન ઉપયોગી બની ગયેલા વીજપોલને આ સ્થળેથી દૂર કરવાનું કદાસ સ્થાનિક વીજ તંત્રના જવાબદાર સત્તાવાળાઓ ભૂલી ગયા હોયતેમ જણાય છે. જેથી વીજતંત્રની ભૂલ બીજા કોઈને ભોગવવાનો વખત આવે તે પહેલા આ સ્થળેથી તાત્કાલિક ધોરણે આ મોત બનીને અડીખમ ઊભેલા જર્જરિત વીજપોલને યુદ્ધના ધોરણે દૂર કરવામા આવે તેવી માધવપુરના સામાજીક કાર્યકર શાંતિલાલ મેવાડાએ માંગણી ઉઠાવી છે.