જૂનાગઢ એસડીએમ તરીકે વૃશાલી કાંબલેએ ચાર્જ સંભાળ્યો
જૂનાગઢ તા. ર
જૂનાગઢ પ્રાંત અધિકારી તરીકે ગઈકાલ તા.૧ સપ્ટેમ્બરના રોજ વૃશાલી કાંબલેએ ચાર્જ સંભાળ્યો છે. અગાઉના એસડીએમ ચરણસિંહ ગોહીલની અમદાવાદ બઢતી સાથે બદલી થયા બાદ જૂનાગઢ એસડીએમની પોસ્ટ ઇન્ચાર્જ અધિકારી તરીકે ચાલતી હતી. જેને કારણે અનેક કામોમાં વિલંબ તેમજ મુશ્કેલી પડતી હતી. હવે કાયમી એસડીએમની નિયુક્તિ થતાં પ્રશ્નોનુ નિરાકરણ વહેલી તકે આવશે. વૃશાલી કાંબલેએ ચાર્જ સંભાળતા જ પ્રજાલક્ષી કાર્યો અને સરકારી યોજનાઓના ઝડપી અમલીકરણને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે.
ખાસ કરીને જૂનાગઢ સબ-ડિવિઝન હેઠળ આવતા મહેસૂલી કેસોના ઝડપી નિકાલ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર દેખરેખ તેમજ સામાન્ય જનતાના પ્રશ્નોનું સરળતાથી નિવારણ લાવવા પર તેમનું ખાસ ધ્યાન રહેશે એમ જણાવ્યુ હતુ.


