જૂનાગઢના જાણીતા ચિત્રકાર રજનીકાંત અગ્રાવતના ૧પ૦ ચિત્રોનું શ્રી બાગેશ્વરધામ ખાતે વ્યકિતગત પ્રદર્શન યોજાયું

જૂનાગઢના જાણીતા ચિત્રકાર રજનીકાંત અગ્રાવતના ૧પ૦ ચિત્રોનું શ્રી બાગેશ્વરધામ ખાતે વ્યકિતગત પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૮
ચિત્રકલા  ક્ષેત્રે જૂનાગઢના  પ્રખ્યાત ચિત્રકાર અને રંગોલીકાર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રજનીકાંત અગ્રાવતના ૧૫૦ ચિત્રોનું વ્યક્તિગત  પ્રદર્શન મધ્ય પ્રદેશના  છતરપુર જિલ્લાના ગ્રામ ગડા ખાતે શ્રી બાગેશ્વરધામમાં યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન બદ્રીનાથ મંદિરના મહંત શ્રી બાલ યોગેશ્વરદાશજી તેમજ અયોધ્યાના શ્રી હનુમાન ગઢીના મહંત શ્રી રાજુદાશજીના વરદ હસ્તે તારીખે ૧૩-૨-૨૬ના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન તા.૧૬-૨-૨૬ સુધી લોકોએ નિહાળ્યું. ધામ ખાતે ૩૦૦ સામુહિક ગરીબ  કન્યાના વિવાહ સંપન્ન થયા લગભગ ૧૨ થી ૧૫ લાખ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમ્સ હજારોની સંખ્યામાં લોકોને આ ચિત્ર પ્રદર્શન જોવાનો લ્હાવો પ્રાપ્ત થયો. આ ચિત્રો રજનીકાંતભાઈએ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર ક્રિષ્ના શાસ્ત્રીજીને અર્પણ કરવામાં આવ્યા છે. જેનું વહેંચાણ કરી જે રકમ આવશે તે દીકરીઓના વિવાહમાં વાપરવામાં આવશે અને આવો સંકલ્પ કરીને જે ચિત્રો બનાવ્યા છે. તેનું ખુબ સારા પ્રમાણમાં વહેંચાણ થયું છે. જે રકમ ત્યાં દાન કરવામાં આવી છે. આ તકે શાસ્ત્રીશ્રી ધીરેન્દ્ર કૃષ્ણજીએ  રજનીકાંતભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું છે.