ભવનાથની પ૭ એકર જમીન ખાસ શિવરાત્રી મેળા માટે જ અનામત રાખવાનો મહેસુલ વિભાગનો ત્રણ દાયકા જુનો આદેશ

ભવનાથની પ૭ એકર જમીન ખાસ શિવરાત્રી મેળા માટે જ અનામત રાખવાનો મહેસુલ વિભાગનો ત્રણ દાયકા જુનો આદેશ

જૂનાગઢ તા.૧૮
તાજેતરમાં જ શિવરાત્રીનો મેળો સંપન્ન થયો છે ત્યારે આ મેળામાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ખાસ કરીને શિવરાત્રી મેળા માટે રાખવામાં આવેલી પ૭ એકરની જગ્યા ઉપર દબાણો થઈ ગયા છે અને આ દબાણો દુર કરવામાં તંત્ર દ્વારા લાજ કાઢવામાં આવી રહી છે. આ ઉપરાંત શિવરાત્રીના મેળા માટેના અનામત જગ્યા રાખવા અંગેની સઘળી હકીકતથી વહીવટીતંત્ર પણ વાકેફ છે.
૩૦ વર્ષ પહેલા ખાસ શિવરાત્રી મેળા માટે જ કુલ પ૭ એકરની જગ્યા અનામત રાખવામાં આવી હતી. જાેકે, આ જગ્યા ભવનાથ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ હસ્તક આવેલ જમીન પૈકી પ૭ એકર જમીન ભવનાથના મેળા માટે મહેસુલ વિભાગ ગાંધીનગર પત્ર ક્રમાંક : જમીન/પ૦/૬ર/૯૮૧ર તા.૩૦-૦૯-૧૯૭ર થી મેળા માટે અનામત રાખવા માટે મહેસુલ ખાતાને સોંપવામાં આવી હતી અને ખાસ રીમાર્કસ પણ કરવામાં આવ્યુ હતું કે, આ જે જગ્યા રાખવામાં આવી છે તેનો અન્ય કોઈ ઉપયોગ કરવો નહીં. અગાઉ જીલ્લા પંચાયત હસ્તક કામગીરી થતી હતી અને ત્યારબાદ બે દાયકા ઉપરાંતથી શિવરાત્રી મેળાનું સંચાલન અને આયોજન કોર્પોરેશન હસ્તક આવ્યું હતું. કોર્પોરેશને જયારથી સંભાળ્યું ત્યારથી દબાણો થવાની તૈયારી શરૂ થઈ ગઈ અને અત્યારે અડધા ઉપરાંતની જગ્યા ઉપર દબાણો થયા છે ત્યારે આ દબાણો વહેલીતકે તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેમજ સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓ સામે લેન્ડગ્રેબીંગનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે ત્યારે ભવનાથ ખાતે ફોરેસ્ટ વિભાગ હસ્તકની અને મેળા માટે રખાયેલી સરકારી જમીન ઉપર કબ્જાે જમાવનારા સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો પણ દાખલ થઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે.