ટ્રમ્પના નિવેદન બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો : બેરલ દીઠ ૮૪ ડોલર

ટ્રમ્પના નિવેદન બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો : બેરલ દીઠ ૮૪ ડોલર

નવી દિલ્હી,તા.૦૩:
આજે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇરાન સામે નવા હુમલાઓ રોકવા માટે અમેરિકન સૈન્યને આદેશ આપશે તે પછી આ ઘટાડો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વમાં લડાઈનો અંત લાવવાનો કરાર લગભગ પૂર્ણ થઈ ગયો છે. જોકે, ગત રાત્રે યુએસ ક્રૂડ ઓઇલના ભાવ સંઘર્ષ શરૂ થાય તે પહેલાં કરતાં લગભગ ૨૦ ટકા વધુ રહ્યા. રવિવારે રાત્રે યુએસ ક્રૂડ ઓઇલના ભાવ ૫ાંચ ટકા ઘટીને ૮૦.૭૯ ડોલર પ્રતિ બેરલ થયા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ પણ ૫ાંચ ટકા ઘટીને ૮૩.૮૭ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે.