ઈન્ડોનેશીયાના માદુરા ટાપુ નજીક ફેરીબોટ સળગી : પાંચના મોત, ૪૧ લાપતા

ઈન્ડોનેશીયાના માદુરા ટાપુ નજીક ફેરીબોટ સળગી : પાંચના મોત, ૪૧ લાપતા

જકાર્તા તા.૩
ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક રવિવારે સવારે એક પેસેન્જર ફેરી બોટમાં આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર ફેરીમાં કુલ ૨૭૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બપોર સુધીમાં ૨૨૫ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. ફેરી પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસાર જઈ રહી હતી. આ દરમિયાન માદુરા ટાપુ નજીક તેમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.