ગીર સોમનાથ જીલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું

ડીડીઓના વિવાદીત આદેશને ઉપસચિવે રદ કરતા ખળભળાટ

ગીર સોમનાથ જીલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું

ગીર સોમનાથ તા.રર
ગીર સોમનાથ જીલ્લા પંચાયતના ડીડીઓ સ્નેહલ ભાપકરને મોટો ઝટકો લાગ્યો છે. ડીડીઓના વિવાદિત કાર્યાલય આદેશને ઉપસચિવે રદ કરી નાખ્યો હોવાનું જાણવા મળી રહયું છે. 
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તા.૧ ઓગસ્ટના જીલ્લા પંચાયતના ડીડીઓના આદેશ સામે ઉપસચિવે મહત્વનો હુકમ કર્યો છે. સતા મર્યાદા બહાર જઈ આદેશ કરાયો હોવાનું ઉપસચિવના હુકમમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે. આ સાથે ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જયંત સીતાપરાનો ચાર્જ બદલવાનો આદેશ રદ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઈજનેરનો વધારાનો ચાર્જ બદલવાની કાર્યવાહી વહીવટી દ્રષ્ટીએ અયોગ્ય ગણાવાઈ છે. કાર્યાપાલક ઈજનેર વર્ગ-૧ના અધિકારી અંગે નિર્ણયની સતા માર્ગ મકાન વિભાગની હોવાનું પણ સ્પષ્ટ દર્શાવેલ છે. આ સાથે જ ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા પણ આદેશ કરેલ છે. ડીડીઓના આદેશને ઉપસચિવે રદ કરી નાખતા જીલ્લા પંચાયતમાં ખળભળાટ વ્યાપી ગયો છે. અધીકારીઓ સાથેના વિવાદ વચ્ચે ડીડીઓ સ્નેહલ ભાપકર ફરી ચર્ચામાં આવ્યા છે. ડીડીઓનો આદેશ રદ થતા જીલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે.