જૂનાગઢથી રાજુલા જતી એસ.ટી.ના ડ્રાઈવરને નશો કરી બસ ચલાવતા રાજુલાના ડેપો મેનેજરે પકડી પોલીસ ફરીયાદ કરી

જૂનાગઢથી રાજુલા જતી એસ.ટી.ના ડ્રાઈવરને નશો કરી બસ ચલાવતા રાજુલાના ડેપો મેનેજરે પકડી પોલીસ ફરીયાદ કરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૧
ઉના એસ. ટી. બસ સ્ટેશનમાં એસ. ટી. બસમાં ફરજ બજાવતા એક ડ્રાઈવરએ એક દારૂના સપ્લાયર પાસેથી દારૂની બોટલ ખરીદી રૂપિયા આપતો એક વિડિયો એક જાગૃત નાગરિકે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા જે વિડિયો ઉનાના ડેપો મેનેજર મકવાણાએ જાેતા તેમને તપાસ કરતા જૂનાગઢ રાજુલા રૂટની એસ. ટી બસ નંબર GJ 18 Z 9388 સાંજે ૬ વાગે ઉના ડેપોમાં આવી હતી દસ મિનીટનો સ્ટોપ હતો ત્યારે બસનો ડ્રાઈવર ભુપતભાઇ મગનભાઈ ડાભી રે. કેશોદ બસ સ્ટેશનની દીવાલ પાસે એક દારૂનો સપ્લાયર સ્કૂટર ઉપર આવી ડેકીમાં રાખેલ વિદેશી દારૂની બોટલ ડ્રાઈવર ભુપતભાઇને આપતા અને રૂપિયા લેતા જાેયો હતો તેથી તુરંત તેમણે રાજુલા એસ. ટી. ડેપો મેનેજર મમતાબેન બી. જાેશીને ફોન કરી જાણ કરી વિડિયો મોકલેલ હતો. જેથી રાજુલાના ડેપો મેનેજરએ રાત્રીના બસ સ્ટેશનમાં બસ ચાલક ભુપતને ચેક કરી રાજુલા પોલીસને જાણ કરી આલ્કોહોલ ટેસ્ટ કરાવતા ટેસ્ટ પોઝેટીવ આવેલ તેથી ડેપો મેનેજર મમતાબેન જાેશી ફરિયાદી બની બસ ચાલક ભુપતભાઇ મગન ભાઈ ડાભી (ઉ.વ.૪૫) રે. કેશોદ જિલ્લો જૂનાગઢ સામે કેફી પીણું પી ફરજ બજાવતો હોય ગુનો દાખલ કરતા રાજુલા પોલીસે ધરપકડ કરી હતી. ઉનામાં દારૂ બંધીના લીરે લીરા ઉડી ગયા છે. ઉનામાં ખુલ્લેઆમ બસ સ્ટેશન સુધી દારૂનો સપ્લાયર પહોંચી જતો હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે? તેવા પ્રશ્નો લોકામાં પ્રશ્નો ઉઠી રહયા છે. અને વિડિયોમાં દેખાતો દારૂનો સપ્લાયર કોણ હતો તેની તપાસ ઉના પોલીસ કરશે ખરી?