ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે : પ્રિતવર્ષ ૯૦૦૦ના મોત

ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે : પ્રિતવર્ષ ૯૦૦૦ના મોત

(એજન્સી)    નવી દિલ્હી,તા.૧૦: 
ગુજરાતમાં આત્મહત્યાના વધતા બનાવો ચિતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૯ હજાર લોકો આત્મહત્યા કરે છે. એટલે કે રાજ્યમાં દર કલાકે આશરે એક વ્યક્તિ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે આત્મહત્યા અંગેની જાગૃતિ વધારવા અને મુશ્કેલીમાં રહેલા લોકોને સમયસર મદદ મળે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ ૨૪થી ૨૫ લોકો આત્મહત્યા કરે છે. આ આંકડા દર્શાવે છે કે આત્મહત્યા માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક ચિતાનો પણ વિષય બની રહ્યો છે. આર્થિક સંકડામણ, બેરોજગારી, પારિવારિક સમસ્યાઓ, પ્રેમસંબંધ સહિતના વિવિધ કારણો વ્યક્તિને ગંભીર માનસિક તણાવ તરફ ધકેલી શકે છે.