જૂનાગઢમાં કો.કો. બેંકની પાંચમી શાખાનો ઝાંઝરડા રોડ ખાતે શુભારંભ
જૂનાગઢ તા. ૯
આજ રોજ ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકની ઝાંઝરડા શાખા અને અત્યાધુનિક ઈ-ગેલેરીનો ભવ્ય મંગલ પ્રારંભ લંબે હનુમાનજીના મહંતશ્રી અર્જુનદાસજી ગુરુ રામદુલારે દાસજીના વરદ હસ્તે કરવામાં આવેલ આ તકે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન ડો. ડી. પી. ચિખલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીમતિ પલ્લવીબેન ઠાકર, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે. કે. ચાવડા, નીતિનભાઇ સુખવાણી, વિનુભાઈ કથીરીયા, રાજુભાઈ જાેબનપુત્રા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને શુભકામનાઓ પાઠવેલ હતી. આ તકે બેંકના ચેરમેન સાગર કોટેચા, વાઇસ ચેરમેન સુજલ દોશી, એમ. ડી. રાજેશ મારડીયા, ડિરેક્ટર વિજયસિંહ રાયજાદા, મનસુખભાઈ વાજા, કિશોરભાઈ અજવાણી, નિલેશ મશરૂ, ભાવેશભાઈ વેકરીયા, નિલેશ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા અને મહંતશ્રી તેમજ આવેલ મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કરેલ હતું તેમ એક યાદીમાં જણાવેલ છે.


