ઈરાનના પાંચ ઓઈલ ટેન્કરો પર અમેરીકાએ હુમલો કર્યો : જવાબી કાર્યવાહીમાં ઈરાને જાેર્ડન સ્થિત અમેરીકી બેઝ પર ર૦ મિસાઈલો છોડી
તહેરાન તા.૦૯
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકી સેનાએ ઈરાન સાથે સંકળાયેલા ૫ાંચ તેલ ટેન્કરો પર હુમલો કર્યો. તેના થોડા કલાકો પછી ઈરાને જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા તરફ ૨૦ બેલિસ્ટિક મિસાઈલો છોડી.
જોર્ડનની સેનાએ દાવો કર્યો કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ૧૮ મિસાઈલોને તોડી પાડી, જ્યારે બે મિસાઈલો વસ્તીથી દૂરના વિસ્તારોમાં પડી.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકી નૌકાદળના એક યુદ્ધ જહાજને બે વાર બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં અમેરિકી સેનાએ ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા તેલ ટેન્કરો પર હુમલો કર્યો.
અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ૧૦ જહાજો પર હુમલા કરવાનો દાવો કર્યો છે. આમાં બે અમેરિકી જહાજો અને ૮ તેલ ટેન્કરો શામેલ છે. ઈરાને કહ્યું કે આ જહાજો પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.


