લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર હરી બોકસરની અમેરીકામાં ધરપકડ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર હરી બોકસરની અમેરીકામાં ધરપકડ

(એજન્સી)          મુંબઈ તા.૦૭:
બોલીવુડમાં ખંડણીનું સામ્રાજય ચલાવતા અને ધમકીઓ આપતી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખુંખાર માફીયા હેરી બોકસરની અમેરિકામાં ધરપકડ થઈ છે. હાલમાંજ જે રીતે બોલીવુડમાં ટાઈગર શ્રોફ પર ગોળીબારની કોશીશ બાદ બિશ્નોઈ ગેંગ ફરી ચર્ચામાં છે.
હેરી બોકસર અમેરિકામાં બેલીન, કેનેડા અને ભારતમાં બિશ્નોઈ ગેંગનું સામ્રાજય ચલાવે છે. કેનેડાએ અભિનેતા તથા સ્ટેન્ડ અપ કોમેડીયન કપીલ શર્માના રેસ્ટોરા પર જે ગોળીબાર થયો તેમાં હેરી બોકસરનું નામ બહાર આવ્યું હતું.
તો મુંબઈમાં સલમાનખાનના નિવાસે થયેલા ગોળીબારમાં પણ તેણે જવાબદારી સ્વીકારી હતી તેની સામે ભારતમાં અનેક અપરાધો નોંધાયેલા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરીંગમાં પણ તેનો હાથ છે. હવે તેની ધરપકડ એ લોરેન્સ ગેંગને મોટો ફટકો છે.