મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પની હાલત કફોડી : વિદેશ મંત્રી રૂબીયો અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથ છોડવાની તૈયારીમાં

મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પની હાલત કફોડી : વિદેશ મંત્રી રૂબીયો અને ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથ છોડવાની તૈયારીમાં

(એજન્સી)       વોશિંગ્ટન તા.૦૭
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો ટ્રમ્પનો સાથ છોડવા પર વિચાર કરી રહ્યા છે.
ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, રુબિયો પોતાના ભવિષ્યના વિકલ્પો અંગે ચર્ચા કરી રહ્યા છે. જોકે, તેમણે તેનો ઇનકાર કર્યો છે.
બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ ટ્રમ્પથી અંતર બનાવી રહ્યા છે. વેન્સ ૨૦૨૮ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી માટે ટ્રમ્પથી નારાજ મતદારોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ૨૫૩ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ૧૫૭ બેઠકો જીતી છે. ૨૫ બેઠકોનાં અંતિમ પરિણામો આવવાનાં બાકી છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ચૂકી છે.