ઇન્ટરનેશનલ ખેલાડી રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ સિધ્ધાર્થ ત્રિવેદી અર્જુન એકેડેમીના મહેમાન બન્યા

ઇન્ટરનેશનલ ખેલાડી રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ સિધ્ધાર્થ ત્રિવેદી અર્જુન એકેડેમીના મહેમાન બન્યા

જૂનાગઢ તા.૭
તા.૩૦-૧૦-૨૦૨૬ના રોજ અર્જુન એકેડેમીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે અર્જુન એકેડેમીના પ્રણેતા કમલભાઈ ચાવડાના ખાસ મિત્ર ઇન્ટરનેશનલ સેલીબ્રીટી રાજસ્થાન રોયલ્સના બોલિંગ કોચ સિધ્ધાર્થ ત્રિવેદી જમનાવડ અને જૂનાગઢ ખાતે ચાલતી અર્જુન એકેડેમીના ખેલાડીઓને ક્રિકેટનુ માર્ગદર્શન આપવા પધારેલ, કમલભાઈ ચાવડાએ જૂનાગઢ ક્રિકેટ એકેડેમીના ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી તેમના પુત્ર મોઈન કુરેશી તથા એકેડેમીના ખેલાડીઓને ખાસ આમંત્રણ પાઠવેલ. સિધ્ધાર્થ ત્રિવેદી અને કમલભાઈ ચાવડા જૂનાગઢ ક્રિકેટ એકેડેમીના ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી તથા મોઈન કુરેશી દ્વારા કાઠીયાવાડી પરંપરા મુજબ શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.