આવતીકાલે દીપાવલી પર્વની જૂનાગઢમાં ભવ્ય ઉજવણીનો માહોલ

લક્ષ્મી માતાજીનું પૂજન, શારદા પૂજનના કાર્યક્રમો- ઘર, બજારો, સરકારી ઈમારતોને રોશનીથી શણગારાઈ

આવતીકાલે દીપાવલી પર્વની જૂનાગઢમાં ભવ્ય ઉજવણીનો માહોલ

જૂનાગઢ તા. ૭
દીવાળી પર્વ આડે માત્ર ગણતરીનાં કલાકો જ બાકી રહયા છે. આવતીકાલે પ્રકાશનાં પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી સર્વત્ર કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ દીપાવલીનું પર્વ ઉત્સાહભેર અને ભવ્યથી ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. અને સર્વત્ર તહેવારોની ઉજવણીનો પમરાટ પ્રસર્યો છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં તહેવારોનો ઉત્સાહ જાેવા મળે છે. અને રંગબેરંગી રોશની સાથે બજારોમાં ભારે ગીર્દી જાેવા મળે છે. દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ આમ તો એકાદશીથીજ શરૂ થઈ જાય છે. તેમજ ધનતેરસનાં દિવસે લોકોમાં ઉત્સાહમાં વધારો થાય છે. ખાસ કરીને શુભ મુહુર્ત અને ધનતેરસનાં પાવન પર્વે સોના-ચાંદીના દાગીના ઉપરાંત વિવિધ ચીજવસ્તુઓની શુકનવંતી ખરીદી થાય છે. ગઈકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં ખરીદી નીકળી હતી. તેજીનો સંચાર છવાયો હતો. ગઈકાલે ધનતેરસ પર્વ ઉજવાયા બાદ આજે કાળી ચૌદશનાં પાનકારી પર્વે આજે હનુમાનજી મહારાજની પૂજા, તેમજ હનુમાનજી મહારાજના મંદિરે વડા, તેલ, સીંદુર, આંકડાની માળા અને અડધ ચઢાવી હનુમાનજી મહારાજને તમામ પ્રકારના સંકટમાં રક્ષણ કરવા અને સૌનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરવામાં આવશે. આજે શહેરમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરે ભાવિકોની દર્શનાર્થે ભારે ભીડ જાેવા મળે છે. આ ઉપરાંત વિવિધ મંદિરો તેમજ કાળ ભૈરવ દાદાનાં મંદિરે તેમજ શની દેવનાં મંદિરે પણ ભાવીકો દર્શનાર્થે ઉમટી રહયા છે. આજે કાળી ચૌદશના પર્વે નૈવેદ્ય પણ ઘરે ઘરે  કરવામાંઆવે છે. આજે કાળી ચૌદશનાં પર્વની ભાવ, ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે. અને આવતીકાલે દીપાવલી પર્વની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દીવાળી પર્વને ગણતરીનાં કલાકોજ બાકી રહયા છે. આવતીકાલે શહેરનાં તમામ મુખ્ય બજારો ભરચકક જાેવા મળશે. લોકો નવા કપડા, સોના-ચાંદીના દાગીના, મીઠાઈ, ફટાકડા, દીવડા, તોરણ અને ઘર સજાવટની વસ્તુઓની ભારે ખરીદી નીકળી છે. વેપારીઓમાં પણ ઉત્સાહ જાેવા મળી રહયો છે. વેપારમાં તેજી છવાઈ છે. દરમ્યાન આવતીકાલે દીપાવલીના શુભ અવસરે મંદિરોમાં દીપોત્સવ અને લક્ષ્મીપૂજનનું ભવ્ય આયોજન  કરવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનાં કાર્યક્રમો યોજાશે. દીપાવલીનો તહેવાર રોશનીનો ઝળહળાટ, ફટાકડાની આતશબાજી સાથે ધાર્મિક દ્રષ્ટીએ પણ મહત્વ ધરાવે છે. સૌથી મોટામાં મોટો તહેવાર એવા દીપાવલી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર સર્વત્ર ઉજવણી કરવામાં આવનાર છે. અને લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે.