જૂનાગઢમાં તહેવારોમાં બજારો ભરચકક ઠેર-ઠેર ટ્રાફીક જામની સ્થિતી
સવારથી મોડી રાત્રી સુધી લોકોની સતત અવરજવર
જૂનાગઢ તા.૭
જૂનાગઢ શહેરમાં દીવાળીનાં તહેવારોની ઉજવણીનાં માહોલ વચ્ચે મુખ્ય બજારોમાં સવારથી મોડી રાત સુધી ટ્રાફીક રહે છે અને અનેકવાર ટ્રાફીક જામ થાય છે ત્યારે લાંબી પ્રતિક્ષા બાદ વાહન વ્યવહાર હળવો બને છે.
ખાસ કરીને આઝાદ ચોકથી કાળવા ચોક, તળાવ દરવાજા સુધીમાં ટ્રાફીક જામનાં દ્રશ્યો વારંવાર સર્જાઈ છે. જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગ, બજારોમાં જાેઈએ તો આઝાદ ચોકથી પોસ્ટ ઓફીસ રોડ, માંગનાથ રોડ, હવેલી ગલી, પંચહાટડી, માલીવાડા રોડ, દીવાન ચોક, ઢાલરોડ, ચોકસી બજાર, સંઘાડીયા બજાર ઉપરાંત એમ.જી. રોડ, કાળવા ચોક, કોલેજ રોડ, મોતીબાગ, ટીંબાવાડી રોડ, સરદારબાગ, બસ સ્ટેશન રોડ, ચિતાખાના ચોક, ઝાંઝરડા રોડ સહીતનાં મુખ્ય બજારોમાં આડા દિવસે પણ લોકોની વાહન ચાલકોની સતત અવરજવર હોવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં તો અવાર-નવાર ટ્રાફીક જામ સર્જાઈ છે. હાલ દીવાળીનાં તહેવારોની ઉજવણી શરૂ થતા જ બજારો ભરચકક બની છે તો મુખ્ય માર્ગો ઉપર વાહનોની અવરજવર રહી છે. ખાસ કરીને આવતીકાલે દીવાળીનાં પર્વ પ્રસંગે તો સવારથીજ શહેરનાં મુખ્ય માર્ગો બજારો ભરચકક રહેશે અને ટ્રાફીકની સ્થિતી ઘણી વિકટ બની જશે. શહેરનાં મુખ્ય માર્ગમાં તો ટ્રાફીક સતત રહે છે. તેમાં પણ આઝાદ ચોકથી કાળવા ચોક, તળાવ દરવાજા વાળા માર્ગ પર અવાર-નવાર ટ્રાફીક જામ થઈ જાય છે. ટ્રાફીક નિયંત્રણ અને વાહન વ્યવહાર પુન:સ્થાપિત કરવા માટે મીનીટો લાગે છે. ત્યાંજ રસ્તા ઉપર ચારે દિશામાંથી આવતા વાહનોની લાંબી કતારો થવા લાગે છે. જૂનાગઢ શહેરમાં તહેવારો દરમ્યાન મુખ્ય બજારોંમાં ભરચકક ટ્રાફીક રહે છે.


