જીયોને પછાડી એરટેલ દેશની બીજી સૌથી મોટી કંપની બની
(એજન્સી) મુંબઇ તા.૭:
શુક્રવારે શેરબજારમાં ભારતી એરટેલના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ ઉછાળાથી કંપની માર્કેટ કેપમાં જિયો પ્લેટફોમ્ર્સને પાછળ છોડી શકી છે. ભારતી એરટેલ ફરી એકવાર દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે.
શુક્રવારે બજાર બંધ થયા પછી, ભારતી એરટેલનું માર્કેટ કેપ વધીને રૂા.૧૩.૦૮ લાખ કરોડ થયું. દરમિયાન, જિયો પ્લેટફોમ્ર્સનું માર્કેટ કેપ ઘટીને રૂા.૧૨.૯૪ લાખ કરોડ થયું. આમ, ભારતી એરટેલે જિયો પ્લેટફોમ્ર્સને પાછળ છોડી દીધું છે અને બીજું સ્થાન પાછું મેળવ્યું છે. નોંધનીય છે કે ૨૮ ઓક્ટોબરે શેરબજારમાં પ્રભાવશાળી પ્રવેશ પછી, જિયો પ્લેટફોમ્ર્સ માર્કેટ કેપ દ્વારા દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ હતી. જોકે, ભારતી એરટેલે હવે તેનું સ્થાન પાછું મેળવ્યું છે.


