ઇબોલા વાયરસને લઇને દિલ્હી એરપોર્ટ પર એલર્ટ : સરકારે જાહેર કરી એડવાઇઝરી
(એજન્સી) નવી દિલ્હી, તા.22
દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઇને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી ડીજીએચએએ જાહેર કરી છે. જોખમવાળા દેશો ડીઆરકાંગો યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા યાત્રીઓમાં જો ઇબોલા સંબંધિત કોઇ લક્ષણો જોવા મળે છે તો તેના પર તરત કાર્યવાહી કરવામાં આવે.
આ દેશોમાંથી દિલ્હી એરપોર્ટ પર આવતા યાત્રીઓમાં જો તાવ, નબળાઇ, થાક, માથામાં દુ:ખાવો, માંસપેશીઓમાં દર્દ, ઝાડા-ઉલ્ટી, અસ્પષ્ટ રકતસ્ત્રાવ ગળામાં ખરાશ જેવા કોઇપણ લક્ષણ જોવા મળે છે. તો તેની સામે આંખ આડા કાન ન કરવા સાથે સાથે જ ઇબોલા વાયરસના દર્દીઓ કે શંકાસ્પદોના લોહી કે પછી બોડી ફલુડસના સીધા સંપર્કમાં આવેલા યાત્રીઓને ઇમીગ્રેશન કલીયરન્સ પહેલા એરપોર્ટ પર હેલ્થ ઓફિસર કે હેલ્થ ડેસ્કને સુચિત કરવા જોઇએ.


