આજથી રેલવે રિઝર્વેશનના નિયમો બદલાયા આધાર લિન્ક વિના બુકિંગ નહીં થઇ શકે
(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
એજન્ટો દ્વારા રેલ્વે ટીકીટોના ધડાધડ બુકિંગને રોકવા માટે રેલ્વે દ્વારા નવા-નવા નિયમો ઘડવામાં આવી જ રહ્યા છે. આઇઆરસીટીસી આઇડીને આધાર સાથે લીંક કરવાનો નિયમ દાખલ કર્યો જ છે અને તેના વિના બુકિંગ નહીં થઇ શકે. ત્રણ તબકકામાં લાગૂ થનારા નિયમનો પ્રથમ તબકકો લાગૂ થઇ ગયો છે. આધાર લીક ન હોય તો પ્રથમ દિવસે જનરલ ક્વોટામાં ટીકીટ બુકિંગ નહીં થઇ શકે.
પ્રવાસીઓ માટે એડવાન્સ રિઝર્વેશન બુકિંગ ૬૦ને બદલે ૫૯ દિવસ અગાઉ શરૂ થશે. ૨૯મી ડિસેમ્બરથી જ આધાર સાથે લિંક ન હોય તેવા IRCTC યાત્રીઓ સવારના ૮ વાગ્યાથી લઈ બપોરના ૧૨ વાગ્યા સુધી તેમની ટિકિટને બુક કરાવી શકશે નહીં. આ નવો નિયમ માત્ર રિઝર્વ રેલવે બુકિંગ ખુલે તેના પ્રથમ દિવસે લાગુ થશે. ભારતીય રેલવે દ્વારા આ નિયમોને ત્રણ તબક્કામાં લાગૂ કરવાનો ર્નિણય કર્યો છે. તેનો પ્રથમ તબક્કો ૨૯મી ડિસેમ્બર એટલે કે આજથી આધાર વગર સવારના ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી રેલવે ટિકિટનું બૂકિંગ નહીં થાય.


