ઈરાન સાથે યુધ્ધ મામલે ટ્રમ્પે નેતાન્યાહુને કડક ચેતવણી આપી  સાચવીને ચાલો, નહીંતર એકલા પડી જશો

ઈરાન સાથે યુધ્ધ મામલે ટ્રમ્પે નેતાન્યાહુને કડક ચેતવણી આપી  સાચવીને ચાલો, નહીંતર એકલા પડી જશો

(એજન્સી)         વોશિંગ્ટન,તા.9:
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલનાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ઈરાન સાથે સંઘર્ષ ટાળવા કહ્યું છે. ટ્રમ્પે નેતન્યાહુને ચેતવણી આપી છે કે ઈરાન સામે મોટા પાયે લશ્કરી હુમલો કરવાથી ઈઝરાયલ વૈશ્વિક રીતે અલગ પડી શકે છે. ટ્રમ્પની આ ચેતવણી ઇઝરાયલ અને ઈરાન દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યા બાદ અને પશ્ચિમ ફરી એકવાર યુદ્ધ જેવું બની ગયા પછી આવી છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની તેમની વાતચીતની વિગતો એક્સિઓસ સાથે શેર કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે, બીબી (બેન્જામિન નેતન્યાહુ), તમારે સાવચેત રહેવું જોઈએ. જો તમે ઈરાન પર સંપૂર્ણ પાયે હુમલો કરશો, તો તમે ટૂંક સમયમાં એકલા પડી જશો. ટ્રમ્પે આ સંઘર્ષને યુએસ-ઈરાન કરાર માટે ખતરો પણ ગણાવ્યો છે.