હું એપેસ્ટિનને ૩-૪ વખત મળ્યો હતો : હરદીપ પુરી
રાહુલ ગાંધીના ખુલાસા બાદ કેન્દ્રીય મંત્રીનો બચાવ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ બજેટ સત્ર દરમિયાન એપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ દેશનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. તેને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે યુવા નેતા (રાહુલ ગાંધી) ને ખ્યાલ હોવો જોઈએ કે એપસ્ટીન ફાઇલ્સ ખોટા કામો અને ગુનાહિત મામલાથી સંબંધિત છે.
તેમણે કહ્યું, ‘એપસ્ટીન ફાઇલ્સમાં આરોપ છે કે તેની પાસે એક દ્વીપ હતો જ્યાં તે લોકોને યૌન કલ્પનાઓ પૂરી કરવા માટે લઈ જતો હતો, તેના પર બાળ યૌન શોષણના આરોપ છે, તે પીડિતોએ અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. મારી વાતચીતને તેની સાથે કોઈ લેવાદેવા નથી.‘
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ કર્યુ કે તેમણે જેફરી એપસ્ટીન સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ મુલાકાત આંતરરાષ્ટ્રીય પીસ ઈન્સ્ટીટ્યુટના એક પ્રતિનિધિમંડળમાં સામેલ રહેતા થઈ હતી. તેમણે કહ્યું- વર્ષ ૨૦૦૯મા જ્યારે હું અમેરિકામાં રાજદૂત હતો ત્યારે આ મુલાકાત થઈ હતી. બધા સત્ય જાહેરમાં ઉપલબ્ધ છે. જાહેર રૂપથી આશરે ૩ મિલિયન ઈમેલ છે. ૮ વર્ષ બાદ હું કેન્દ્રીય મંત્રી બન્યો. આ દરમિયાન ૩-૪ મુલાકાતનો ઉલ્લેખ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એપસ્ટીન સાથે તેમની મુલાકાત માત્ર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ અંતર્ગત થઈ હતી.


