ભારત-ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે મંત્રણા યોજાઈ : બન્ને દેશો સરહદે શાંતિ જાળવવા સહમત
(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦:
ભારત-ચીન સરહદે વર્ષોથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટે અંતે બન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીન સૈન્યના કોપ્ર્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લદ્દાખની સરહદી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો બન્ને દેશોએ ર્નિણય લીધો છે.
બુધવારે વિદેશી બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં આ પ્રથમ વખત જનરલ લેવલ મેકેનિઝમની બેઠક યોજવામાં આવી છે. ભારત-ચીન કોપ્ર્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ ૨૩મો રાઉન્ડ છે. ઓક્ટોબર ૨૦૨૪માં પણ આ જ પ્રકારની બેઠક યોજાઇ હતી જેમાં કેટલીક સંમતિ થઇ હતી અને તે બાદ સરહદની સ્થિતિમાં ઘણા સુધારા થયા છે તેમ મંત્રાલયે કહ્યું હતું.


