એઆઈ અને રોબોટ્સ વિના અમેરીકા ૧૦૦૦ ટકા દેવાળીયુ થઈ જશે : એલન મસ્કની ભયાનક ચેતવણી

એઆઈ અને રોબોટ્સ વિના અમેરીકા ૧૦૦૦ ટકા દેવાળીયુ થઈ જશે : એલન મસ્કની ભયાનક ચેતવણી

(એજન્સી)      વોશિગ્ટન તા.૩૦:
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસ એક્સના માલિક એલોન મસ્કે અમેરિકાના આર્થિક ભવિષ્યને લઈને એક અત્યંત ભયાનક અને ચોંકાવનારી ચેતવણી આપી છે. મસ્કના જણાવ્યા અનુસાર જો અમેરિકા તાત્કાલિક ધોરણે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ અને અત્યાધુનિક રોબોટ્સનો વ્યાપક સ્વીકાર નહીં કરે તો દેશ ૧૦૦૦ ટકા નાદાર થઈ જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ બે તકનીકો વિના અમેરિકા એક રાષ્ટ્ર તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ જશે અને અન્ય કોઈ પણ ઉપાય આ રાષ્ટ્રીય દેવાની સમસ્યાને ઉકેલી શકશે નહીં.
તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રસારિત થયેલા  પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન મસ્કે અમેરિકાના બેફામ વધી રહેલા દેવા અંગે ઊંડી ચિતા વ્યક્ત કરી હતી. તેમણે ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે અમેરિકા આજે માત્ર પોતાના દેવાનું વ્યાજ ચૂકવવા પાછળ જ ર્વાષિક ૧ ટ્રિલિયન ડોલરનો જંગી ખર્ચ કરી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વ્યાજની રકમ હવે અમેરિકાના કુલ લશ્કરી અને સંરક્ષણ બજેટ કરતા પણ ઘણી મોટી થઈ ગઈ છે. મસ્ક પોતે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી સાથે એટલે જોડાયા છે જેથી તેઓ સરકારી નાદારીની ગતિને ધીમી પાડી શકે અને દેશને દેવામાંથી બહાર કાઢવા માટે એઆઇ તથા રોબોટ્સ વિકસાવવા પૂરતો સમય મેળવી શકે. મસ્કની આગાહી છે કે એઆઇ યુગમાં ચીજવસ્તુઓ અને સેવાઓની એટલી બધી વિપુલતા હશે કે ભાવો વધવાને બદલે ઘટશે અને ફુગાવાની જગ્યાએ ડિફલેશન જોવા મળશે.