નવી આફત : હોર્મુઝ બાદ હવે બીજાે દરિયાઈ માર્ગ પણ બંધ : ભારત, ચીનના જહાજાે પાછા ફર્યા

નવી આફત : હોર્મુઝ બાદ હવે બીજાે દરિયાઈ માર્ગ પણ બંધ : ભારત, ચીનના જહાજાે પાછા ફર્યા

(એજન્સી)           જીદ્દાહ, તા.22
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે જે વાતનો સૌથી મોટો ડર હતો તે જ આખરે સામે આવ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બાદ હવે બીજો વોર ફ્રન્ટ ખુલી ગયો છે. યમનમાં ઈરાન સર્મથિત હુથી બળવાખોરોની ખુલ્લી ધમકી બાદ ભારત અને ચીન તરફ આવી રહેલા બે ક્રૂડ ઓઇલના ટેન્કર્સને યુ-ટર્ન લેવાની ફરજ પડી છે.
આ બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત અને ચીન માટે ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું. તેમની યોજના મુજબનો માર્ગ બાબ-અલ-મંદેબ થઈને હિંદ મહાસાગરમાં પ્રવેશવાનો હતો.  પરંતુ હુથી બળવાખોરો તરફથી મળેલી હુમલાની ધમકીઓને કારણે આ જહાજો હિંદ મહાસાગર તરફ જવાના બદલે ઊંધા ફરીને સુએઝ નહેર તરફ આગળ વધી ગયા છે.