પ૦ ટકા ટેરિફથી અમેરીકામાં ધંધો કરતા ભારતીય વેપારીઓની માઠી

પ૦ ટકા ટેરિફથી અમેરીકામાં ધંધો કરતા ભારતીય વેપારીઓની માઠી
THE INDIAN EXPRESS

(એજન્સી)                                                           ન્યુયોર્ક, તા. ૧૬
ઈન્ડિયાથી માલ મગાવતા અમેરિકાના નાના વેપારી ૫૦ ટકા ટેરિફને કારણે ભીંસમાં આવી ગયા છે, અમેરિકામાં રેસ્ટોરાંથી લઈને ક્લોધિંગ શોપ્સ ધરાવતા બિઝનેસ ઓનર્સનું કહેવું છે કે તેમની પાસે હવે ખૂબ જ મર્યાદિત ઓપ્શન્સ રહી ગયા છે, કારણકે ટેરિફને લીધે થયેલા ભાવવધારાને એક હદથી વધુ સહન કરવો શક્ય નથી જેથી પ્રાઈસ વધાર્યા વિના છૂટકો નથી અને જો ભાવવધારો થાય તો કસ્ટમર્સ ગુમાવવાનો ડર છે. ટેરિફને કારણે તેમણે ઈન્ડિયાથી માલ મગાવવાનું જ બંધ કરી દીધું તો પછી તેમના બિઝનેસમાં કશુંય યુનિક નહીં રહે.