મધ્ય-પૂર્વમાં સ્થિતિ સ્ફોટક : વિશ્વયુધ્ધના ભણકારા   અનેક દેશોએ દુતાવાસ ખાલી કરી નાખ્યા

મધ્ય-પૂર્વમાં સ્થિતિ સ્ફોટક : વિશ્વયુધ્ધના ભણકારા   અનેક દેશોએ દુતાવાસ ખાલી કરી નાખ્યા

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૮:
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સંભવિત પ્રાદેશિક સંઘર્ષની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ચીન-ભારત સહિત ઘણા દેશોએ તેમના નાગરિકો અને દૂતાવાસના કર્મચારીઓ માટે સલાહ જારી કરી છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત હવાઈ હુમલાને ટાળવા માટે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટોથી નિરાશા વ્યક્ત કર્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
ટેક્સાસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, હું વાટાઘાટોથી ખુશ નથી. અમે હજુ પણ વાટાઘાટોમાં છીએ, પરંતુ તેઓ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી રહ્યા નથી.
દરમ્યાનમાં ઈરાન પર ઈઝરાયલના હુમલાના પગલે વિશ્વ યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. મિડલ ઈસ્ટની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. આ સ્થિતિમાં ઈરાન હવે શું પગલું ભરશે તેના પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે. જાે ઈરાન-ઈઝરાયલ-અમેરીકા સંઘર્ષ વધુ ખેંચાશે તો સમગ્ર વિશ્વ તેની આગમાં લપેટાઈ જશે.