શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો, ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ દર્શન કર્યા

શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો, ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ દર્શન કર્યા

સાળંગપુર તા.ર૮
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૮-૦૨-૨૦૨૬ને  શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવીદાદાના સિંહાસનને શણગાર કરી સવારે૦૫:૩૦ કલાકેમંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને ધાણી,ખજુર-ડાળીયા-તલના લાડું-મમરાના લાડુ-સીંગપાક વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજમંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.અનેક ભક્તો દ્વારા દાદાને ચઢવામાં આવી હતી. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
હોળી-ધુળેટી પર્વ નિમિત્તે ૦૩ માર્ચે ૨૦૨૬ના રોજ એટલે કે, પૂણિર્માના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.