કસ્ટોડીયલ ડેથ મામલે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે : ૯પ આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચના અહેવાલે સરકારની નીતિઓને ઉઘાડી પાડી : માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન
(એજન્સી) નવી દિલ્હી,તા.૦૬:
તાજેતરમાં સુરેન્દ્રનગર માં એક કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્ચે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચ આરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, ગુજરાતમાં માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે.
સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્લાં ૬ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં જ ૯પ આરોપીના મૃત્યુ થયાં છે. જે ચિતા ઉપજાવે તેવી છે.
ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન, ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિતાજનક સ્થિતી સર્જાઇ છે. પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓનાં મોત થઈ રહ્યાં છે વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૨૦માં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્સીઓની કચેરીમાં
સીસીટીવી કેમેરા સહિત રેકોડીંગ સાધનો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેનો સંપૂર્ણ અમલ કરાયો નથી. આજે પણ ગુજરાતમાં ઘણા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. એટલુ જ નહીં, સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં છે.


