ગુજરાતની માથાદીઠ આવક રૂા.૩ લાખને પાર 

ગ્રોથ એન્જીન ગણાતા ગુજરાતમાં ૮.૪ર ટકાનો વૃધ્ધિદર : પાંચમું મોટું અર્થતંત્ર

ગુજરાતની માથાદીઠ આવક રૂા.૩ લાખને પાર 

(એજન્સી)    નવી દિલ્હી,તા.૦૬: 
ગુજરાતની માથાદીઠ આવકે પહેલી વખત રૂપિયા ૩ લાખને પાર કરી ગઈ છે,  જે રાજ્યની સર્વગ્રાહી પ્રગતિ અને મજબૂત આર્થિક પાયા તરફ ઈશારો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલા વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળેલી ગતિએ રાજ્યની અર્થવ્યવસ્થાએ ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આર્થિક આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો ય્ડ્ઢઁ વૃદ્ધિદર ૮.૨% રહ્યો છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ગુજરાત આજે દેશની સૌથી ઝડપી વિકસતી અને મજબૂત અર્થવ્યવસ્થાઓમાં ગણાય છે. આ જ કારણે તેને ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે.
૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં રાજ્યનું કુલ ઘરેલું ઉત્પાદન (ય્જીડ્ઢઁ) રૂપિયા ૨૪.૬૨ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ પ્રદર્શન સાથે ગુજરાત મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું કુદરતી જ વાતાવરણ છે. જે લોકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કરે છે.