સોમનાથ ખાતે સુર્યાસ્તથી સુર્યોદય સુધી પ્રભાસોત્સવ -ર૦ર૬ યોજાશે

સોમનાથ ખાતે સુર્યાસ્તથી સુર્યોદય સુધી પ્રભાસોત્સવ -ર૦ર૬ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.ર૮
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યે રામ મંદિર ઓડિટેરીયમ ખાતે તા.૧૮ માર્ચ ર૦ર૬ સુર્યાસ્તથી ૧૯ માર્ચ સવારે સુર્યોદય સુધી સંસ્કાર ભારતીના કલાકારો ચૈત્રી નવા વરસને આવકારશે.
સોમનાથ દાદાની ભૂમિ ઉપર છેલ્લા ૧૯ વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતો આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જીલ્લાના કલાકારો દ્વારા સંસ્કાર ભારતી આયોજીત આ કાર્યક્રમમાં રપ૦થી ૩૦૦ જેટલા કલાકારો ભાગ લેશે. હરી અને હરની આ ભૂમિમાં યોજાનારા આ કાર્યક્રમમાં આ વર્ષની થીમ રહેશે સ્વદેશી અને સ્વાભિમાન સાથે રંગ ધરોહરયાત્રા પણ કાઢવામાં આવશે જેમાં પ્રભાસ ક્ષેત્રની ઝાંખીઓ દર્શાવાશે. ચૈત્રી નૂતનવર્ષના પ્રથમ સુર્યકિરણને વધાવવા યોજાતા આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે જેમાં અભેસિંગ રાઠોડ, શહાબુદીન રાઠોડ -રાધા વ્યાસ, લલિતા ઘોડાદ્રા, હાજી રમકડું ઢોલના સથવારે તાલ નિમાલશે. સમગ્ર કાર્યક્રમ અંગે સંસ્કાર ભારતીના પંકજ ઝાલા, સુરૂભા જાડેજા સહીત સમગ્ર ગુજરાત સંસ્કાર ભારતી ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે.