દ્વારકામાં ગૌમાંસ ઝડપાયા પ્રકરણે મુસ્લીમ સમુદાય દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૮
દ્વારકાના રૂપેણ બંદર ખાતે તાજેતરમાં પકડાયેલ ગૌમાંસના જથ્થા પ્રકરણે દ્વારકા પંથકમાં ઠેર ઠેર વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રૂપેણબંદરના સ્થાનીય મુસ્લીમ સમુદાયો દ્વારા પણ દ્વારકા પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ગૌહત્યામાં દોષી તત્ત્વો સામે તડીપાર જેવી સખ્ત કામગીરી કરી માંસ-મટનના વેચાણ પર સદંતર પ્રતિબંધ કરવા માંગ કરવામાં આવી છે. ગાયો તેમના માટે પણ પવિત્ર હોવાનું જણાવી ધામિર્ક ક્ષેત્રમાં શાંતિ ન ડહોળાય તેવી માંગ કરાઈ છે. આ સાથે સ્થાનીય મુસ્લીમ સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં રૂપેણબંદર પંથકમાં માંસ અને મટનના વેચાણ પર સંપૂર્ણ રીતે બંધ થવો જોઈએ તી પણ માંગ કરવામાં આવી છે.


