વોટ્સએપે ભારતમાં અનેક એકાઉન્ટ અચાનક જ ‘રીવ્યુ’ પર મુક્યા
(એજન્સી) નવી દિલ્હી તા.૪
હાલ સરકારની ખફગીનો ભોગ બની રહેલી અમેરિકી કંપની ‘મેટા‘ એ હવે વધુ સાવચેતીથી ભારતીયો તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર મોનેટરીંગ શરુ કર્યુ છે તથા આ કંપનીના સૌથી લોકપ્રિય મેનેજીંગ એપ્લીકેશન વોટસએપ પર ભારતમાંથી ઓપરેટ થતા મોટી સંખ્યામાં એકાઉન્ટને ‘રીવ્યુ‘ પર મુકયા છે.
એપ.ના અનેક ફીચર્સ પણ હાલ બ્લોક કરી દેતા યુઝર્સની ફરિયાદો અન્ય પ્લેટફોર્મ પર આવવા લાગી છે. આ પ્રકારના એકાઉન્ટને શા કારણોસર ‘રીવ્યુ‘ કે મોનેટરીંગ હેઠળ મુકાયા છે તેનું કોઈ કારણ મેટાને આવ્યુ નથી પણ અનેક યુઝર્સને તેમના એકાઉન્ટ પર સંદેશા મળ્યા છે કે તમારુ એકાઉન્ટ- ‘રીવ્યુ‘ હેઠળ છે.


