રીલ્સના ચક્કરમાં ૯ છોકરાઓ નદીમાં ડુબ્યા : પાંચના મોત
(એજન્સી) ગયાજી તા.૨૬:
બિહારના ગયાજીમાં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક રીલ્સ બનાવવાના ચક્કરમાં ૯ છોકરાઓ નદીમાં ડુબી ગયા હતા. આ દરેક નદીના કિનારે રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને પોતાને ડુબતા જોઈને બૂમો પાડવા લાગ્યા હતા. બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘણી મહેનત પછી દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ૭ છોકરાઓને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી
કરવામાં આવ્યા હતા, જેમાથી પાંચના મોત થયા છે, જ્યારે બે સારવાર હેઠળ છે.


