અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડા પરથી 5કિલોથી વધુના હેરોઇનના જથ્થા સાથે એકની ધરપકડ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માફિયાઓ દ્વારા અવારનવાર ડ્રગ્સ તેમજ ગાંજા જેવા પદાર્થ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે 9મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર કસ્ટમ્સ વિભાગ દ્વારા હેરોઇન ઘુસાડવાનો પ્રયત્ન કરતા શખ્સને ઝડપી લેવાયો છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડા પરથી 5કિલોથી વધુ હેરોઇનના જથ્થા સાથે કસ્ટમ વિભાગે એક શખ્સને ઝડપી પડ્યો છે. જેની કિંમત અંદાજે ભારતીય બજાર પ્રમાણે 11 કરોડ થાય છે. પકડાયેલ શખ્સની પ્રાથમિક પુછપરછમાં તે ચેન્નઈનો રહીશ હોવાનું કબુલ્યું હતું. તેમજ સ્થાનિક પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


