શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-સેવંતીના મિક્સ ફૂલો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાયો

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ-સેવંતીના મિક્સ ફૂલો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૪
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શનથી આજે તા.૧૪-૪-૨૦૨૬, મંગળવારના રોજ દાદાને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલનો ડિઝાઈનના સુંદર વાઘા ધરાવવામાં આવ્યા હતા.સમગ્ર સિંહાસનને તાજા ગુલાબ-સેવંતી વગેરે મિક્સ ફૂલો થીમ અનેક ફળો વડે કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. સવારે ૫:૩૦ કલાકે  મંગળા આરતી  તથા સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજનદેવ દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અનેક હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.