શિવરાત્રી મેળામાં રવાડી સરઘસને પ૦૦ મીટર લંબાવવાનાં ઐતિહાસીક નિર્ણયની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

શિવરાત્રી મેળાને અનુલક્ષીને ખાસ થીમ આધારીત સોંગ લોન્ચ કરાયું

શિવરાત્રી મેળામાં રવાડી સરઘસને પ૦૦ મીટર લંબાવવાનાં ઐતિહાસીક નિર્ણયની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

જૂનાગઢ તા. ૩૦
ગુજરાત સરકારનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મહાશિવરાત્રી મેળા અંગેની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ભવનાથ અને ગીરનાર વિસ્તારનાં સંતોની વિશેષ ઉપસ્થિત રહી છે. આજે યોજાયેલી બેઠકમાં રવાડી સરઘસને પ૦૦ મીટર સુધી લંબાવવાનો ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો હતો જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી તેમજ શિવરાત્રી મેળા માટે વિશેષ થીમ આધારીત સોંગનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
આગામી તા. ૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રીનાં મેળાને અતિ ભવ્ય બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની જાેરશોરથી તૈયારી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સંતો અને આગેવાનોની બે બેઠકો મળી હતી અને આજે ત્રીજી બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમનાં મહંત ઈન્દ્રભારથી બાપુ, ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પીર યોગી શેરનાથબાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ સહિતનાં સંતો આ બેઠકમાં ઉપસ્થિત રહયા છે. શિવરાત્રીનાં મેળાને હવે ગણતરીનાં દિવસો બાકી રહયા છે ત્યારે આગામી મેળા માટે અત્યાર સુધીમાં કેટલી કામગીરી કરવામાં આવી છે તેમજ ભાવિકો અને સંતો માટેની પણ યોગ્ય વ્યવસ્થા તેમજ આ મેળાને અતિ દીવ્ય અને ભવ્ય બનાવવા માટેના સફળ આયોજન માટે અને તેની કામગીરી માટેની સમિક્ષા પણ કરવામાં આવી હતી. તેમજ સંતો દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ઉપયોગી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આજની બેઠકમાં શિવરાત્રી મેળાનાં મુખ્ય આકર્ષણ રૂપ રવાડી સરઘસને પ૦૦ મીટર સુધી લંબાવવાનો ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ શિવરાત્રી મેળા માટેનું ખાસ થીમ આધારીત સોંગનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.