જંગલેશ્વરમાં ડિમોલીશનનો આજે બીજાે દિવસ : ૧૧૩૪ બાંધકામો જમીનદોસ્ત
ગરીબોનો આશરો તુટયો : આંસુઓ વહ્યા : પિડીતોનું આક્રંદ - ‘સરકારને અમારી હાય લાગશે’
(બ્યુરો) રાજકોટ તા.ર૪
રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા ડિમોલિશન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૪૮૯ પૈકી ૧૧૧૯ મિલકતો તોડી પાડવામાં આવી છે અને બાકી રહેતી ૩૦૦ પ્રોપર્ટીને પણ આજે
બપોરે ૩ વાગ્યા સુધીમાં તોડી
પડાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મહેશ જાનીનાં જણાવ્યા અનુસાર, દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી ૮૭,૦૦૦ ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. આજી નદીના પટમાં નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે, જેને લઈ હવે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે.


