ડીપફેક અને એઆઈના બેફામ ઉપયોગ સામે આવશે લગામ : સરકાર નવું બીલ લાવશે

ડીપફેક અને એઆઈના બેફામ ઉપયોગ સામે આવશે લગામ : સરકાર નવું બીલ લાવશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૩
એઆઈના બેફામ ઉપયોગને ગંભીરતાથી લઈને ડીપફેક પર બ્રેક મારવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ વિષયક એક વિશેષ કાયદો તૈયાર કરવામાં આવી શકે છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં ‘એઆઈના દુરુપયોગથી વ્યક્તિત્વ સમાનતાનું રક્ષણ બિલ, ૨૦૨૬‘ માટે એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં મૂકી દીધો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય એઆઈ ને લગતા દુરુપયોગ સામે વ્યક્તિઓની ઓળખ, પ્રતિષ્ઠા અને ગૌરવનું રક્ષણ કરવાનો છે.
આ બિલ વ્યક્તિના ચહેરા, અવાજ, શારીરિક દેખાવ અથવા અન્ય ઓળખી શકાય તેવી લાક્ષણિકતાઓનું વાસ્તવિક અનુકરણ જે એઆઈ ની મદદથી બનાવવામાં આવે છે - તેને ‘એઆઈ-જનરેટેડ ઈમિટેશન‘ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે વ્યક્તિના એઆઈ-જનરેટેડ ફોટો અથવા વિડિયોને તેમની સંમતિ વિના બનાવવા, પ્રકાશન, પ્રસારિત કરવા અથવા ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકે છે. બિલ એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે, જે લોકોને ગેરમાર્ગે દોરે છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે નિવેદન આપે છે, સમર્થન આપે છે અથવા કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે જ્યારે વાસ્તવમાં આવું કંઈ થયું નથી.