પુખ્ત વયના સંતાનો માતા-પિતાની સંપતિ નથી, તેમને જીવનસાથી પસંદ કરવાની આઝાદી : સુપ્રીમ

પુખ્ત વયના સંતાનો માતા-પિતાની સંપતિ નથી, તેમને જીવનસાથી પસંદ કરવાની આઝાદી : સુપ્રીમ

(એજન્સી)           મુંબઈ, તા.૧૨
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વનો ફેસલો આપતા કહ્યું હતું કે પુખ્ત વયના સંતાનો માતા-પિતાની સંપતિ નથી, તેમને તેમનો જીવનસાથી પસંદ કરવાનો પુરો અધિકાર છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ પુખ્ત વયની યુવતી કોઈની સાથે રહેવા માંગે છે તો તેની કસ્ટડી માટે હેબિયન કોર્પસ અરજી દાખલ નથી કરી શકાતી. કોર્ટે આ ફેસલો એક માતાની અરજી ફગાવીને સંભળાવ્યો હતો. માતાએ પોતાની મોટી દીકરીની કસ્ટડી માંગી હતી, જેણે પોતાની પસંદના યુવક સાથે રહેવાનો ર્નિણય કર્યો હતો.
નાગપુરની એક ૧૭ વર્ષની છોકરી ટયુશનમાં જવાના બહાને ઘેરથી નીકળી હતી. સીસીટીવીમાં તે કોઈ યુવક સાથે જોવા મળી હતી. પોલીસે તેને શોધીને માતાને સોંપી હતી. કેટલાક સમય બાદ તે ફરીથી ભાગી ગઈ હતી.