ખેતીમાં વપરાતી ફુગનાશક દવાઓની કલ્પનાતિત ભયાનક અસરો
ઝેરી રસાયણની અસર ર૦ પેઢી સુધી વારસામાં ઉતરી શકે છે
(એજન્સી) નવી દિલ્હી તા.ર૭
ખેતીમાં વપરાતી ફૂગનાશક દવાઓની આડઅસર કેટલી ભયાનક હોઈ શકે છે તેનો ઍક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિન્ક્લોઝોલિન નામના ફૂગનાશકના સંપર્કને કારણે જનીનોમાં ઍવા ફેરફાર થાય છે જે સતત ર૦ પેઢીઓ સુધી ચાલુ રહે છે. આ ઝેરી તત્વની અસરને કારણે આવનારી પેઢીઓમાં કિડનીની બીમારી, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને જન્મ સમયે જાટિલતાઓનું પ્રમાણ વધારે જાવા મળ્યું છે. આ અભ્યાસ ચેતવણી આપે છે કે પર્યાવરણમાં ભળતા રસાયણો માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યની અનેક પેઢીઓના સ્વાસ્થ્યને જાખમમાં મૂકી રહ્ના છે.


