દિલ્હીના અત્યંત ચકચારી શરાબ ગોટાળા કેસમાં  કેજરીવાલ, સિસોદીયા સહિત તમામ ર૩ આરોપી નિર્દોષ જાહેર

દિલ્હીના અત્યંત ચકચારી શરાબ ગોટાળા કેસમાં  કેજરીવાલ, સિસોદીયા સહિત તમામ ર૩ આરોપી નિર્દોષ જાહેર

(એજન્સી)     નવી દિલ્હી તા.ર૭
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે લીકર પોલિસી સંબંધિત સીબીઆઈના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ ર૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે પુરાવા વિના બંને સામેના આરોપો સાબિત કરી શકાતા નથી.
કેજરીવાલે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરી, જે દરમિયાન તેઓ રડી પડ્યા હતુ. તેમણે કહ્યું... ‘જે રીતે ભાજપ દારૂ કૌભાંડ કરી રહ્યો હતો. અમારા પર આરોપ લગાવી રહી હતી. આજે કોર્ટે અમને નિર્દોષ જાહેર કર્યા. અમે હંમેશા કહેતા હતા કે સત્ય હંમેશા જીતે છે. ભગવાન અમારી સાથે છે. સત્ય જીત્યું છે. મોદીજી અને અમીત શાહજીએ આ સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યું. આમ આદમી પાર્ટીના ટોચના ૪ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સિટિંગ ઝ્રસ્ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ૨૪ કલાક સમાચાર બતાવવામાં આવ્યા કે કેજરીવાલ ભ્રષ્ટ છે. મેં મારા જીવનમાં ફક્ત પ્રામાણિકતા કમાવી છે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે દેશમાં ઘણી સમસ્યાઓ છે, તેને ઉકેલીને અને સારું કામ કરીને સત્તામાં આવો. આ વડાપ્રધાનને શોભતું નથી. આ કહીને કેજરીવાલ રડવા લાગ્યા. અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં જામીન પર હતા. ૧૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે જ દિવસે સુપ્રીમ કોર્ટે તેમને આ જ મામલા સાથે જોડાયેલા ઝ્રમ્ૈં કેસમાં જામીન આપ્યા હતા.
ઈડ્ઢ અને ઝ્રમ્ૈં બંનેએ દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ સામે કેસ દાખલ કર્યા હતા. ઈડ્ઢ એ ૨૧ માર્ચ, ૨૦૨૪ના રોજ તેમની ધરપકડ કરી હતી.ત્યારબાદ, ૨૬ જૂનના રોજ, ઝ્રમ્ૈં એ તેમને જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા. ૧૨ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તેમને ઈડ્ઢ કેસમાં જામીન આપ્યા હતા.
કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું, "આજે સત્યનો વિજય થયો છે. આ કેસ ખોટો હતો. તેમજ કેજરીવાલે રડવાનું શરૂ કર્યું. મિડીયા સાથે વાતચીત કરતા કેજરીવાલે કહ્યું કે, સત્તા મેળવવા માટે અમારી વિરૂધ્ધ રાજકીય ષડયંત્ર ઘડવામાં આવ્યું : આપ ને ખતમ કરવાની કોશીષ થઈ : ષડયંત્ર અંતર્ગત નેતાઓને ફસાવવામાં આવ્યા હતા. બીજી તરફ ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો સીબીઆઈએ નિર્ણય કર્યો છે. દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે, સીબીઆઈ કેસ સાબિત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. માત્ર નિવેદનો પર આધાર રાખ્યો છે. કોઈ પુરાવા રજુ કરી શકી નથી. તેથી પુરાવા વગર કેસ સાબિત થતો નથી. તેમ ટ્રાયલ કોર્ટે તેના ચુકાદામાં સીબીઆઈ વિરૂધ્ધ આકરી ટીપ્પણી કરી હતી.