પાક.-અફઘાનિસ્તાન વચ્ચે પૂર્ણ કક્ષાનું યુધ્ધ ફાટી નીકળ્યું : ૧૮૦ થી વધુના મોત

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલામાં ૧૩૦ તાલીબાની લડાકુઓ માર્યા ગયા : અફઘાનિસ્તાનના હુમલામાં પપ પાક. સૈનિકોનો ખાત્મો

પાક.-અફઘાનિસ્તાન વચ્ચે પૂર્ણ કક્ષાનું યુધ્ધ ફાટી નીકળ્યું : ૧૮૦ થી વધુના મોત

(એજન્સી)   ઇસ્લામાબાદ તા.૨૭
અફઘાનિસ્તાને ગત મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના ૫૫ જવાનો માર્યા ગયા છે. આ માહિતી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને આપી છે.
અફઘાન સરકારનો દાવો 
છે કે ૨૩ પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને ૧૯ ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા, હમદુલ્લા ફિતરતે 
જણાવ્યું કે કેટલાક પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા, જ્યારે ડઝનબંધ હથિયારો, એક ટેન્ક અને એક હાર્વેસ્ટર જપ્ત કરવામાં આવ્યું છે.
જ્યારે પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી કાર્યવાહી કરતા ઁછદ્ભ સરકારે ઓપરેશન ‘ગઝબ લિલ હક‘ શરૂ કર્યું છે. 
પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી.
બીજી તરફ પાક. સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં ૧૩૩ અફઘાન તાલિબાની સૈનિકો માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ૨૭ તાલિબાન ચોકીઓ નષ્ટ કરી દેવામાં આવી છે અને ૯ પર કબજો કરી લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતો સરહદ વિવાદ પૂર્ણ-સ્તરની લડાઈમાં ફેરવાઈ ગઈ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાન તાલિબાન સરકાર સામે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે. ઇસ્લામાબાદે કાબુલ અને કંદહાર સહિત મુખ્ય અફઘાન શહેરો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની કાર્યવાહી બાદ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન 
ખ્વાજા આસિફે ઠ પર પોસ્ટ કરી, અમારી ધીરજની હદ વટાવી ગઈ છે. હવે અમારી (પાકિસ્તાન) 
અને તમારી (અફઘાનિસ્તાન) 
વચ્ચે ખુલ્લું યુદ્ધ છે.તાલિબાન સરકારે પણ હવાઈ હુમલાઓની પુષ્ટિ કરી છે પરંતુ કહ્યું છે કે કોઈ જાનહાનિ થઈ નથી. કાબુલ, કંદહાર અને અન્ય પ્રાંતોમાં હવાઈ હુમલાઓ બાદ, કંદહાર અને હેલમંડથી પાકિસ્તાની લશ્કરી સ્થળો પર ફરીથી મોટા પાયે બદલો લેવામાં આવ્યો, તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સિન્હુઆ પર જણાવ્યું હતું.