માત્ર પાંચ દિવસની દિકરીનું આધાર તૈયાર કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
(એજન્સી) શ્રીરામનગર,તા.૧૩:
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના શ્રીરામનગર ગામમાં રહેતા ડો.પવનકુમાર અને તેની પત્ની ડો.વારાલક્ષ્મી પાલાએ દીકરી રાયંકાનો જન્મ થયો એ પછી તરત જ તેના આધાર નંબર માટે અપ્લાય કરી દીધું હતું અને એની પ્રોસેસ પણ પાંચ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તેમની દીકરી પહેલી મેએ જન્મી હતી. એના જન્મ પછી પહેલાં જન્મનો દાખલો કરાવ્યો અને પછી તરત જ આધાર નંબર માટે જરૂરી ફોર્માલિટી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધી. આ માટે બાળકનો ફોટોગ્રાફ અને અન્ય તમામ વિગતો અપલોડ કરીને આધારનું રજિસ્ટ્રેશન પૂરું કર્યું હતું. છઠ્ઠી મે સુધીમાં એ પૂરું કરી દેતાં ઇન્ટરનેશનલ બુક ઑફ રેકોડ્ર્સમાં સૌથી નાની વયે આધાર રજિસ્ટ્રેશન કરવાની ઉપલબ્ધિ નોંધાઈ હતી.


