UPI પર હવે લાગશે ચાર્જ : ૧૮% GST પણ સંભાવના : નવું માળખું ટુંક સમયમાં લાગુ થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩
દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં અત્યંત પ્રચલીત યુપીઆઈ સીસ્ટમ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે તથા હવે સરકાર આ વ્યવસ્થાને પેઈડ-બનાવવા માટે તૈયારી કરી રહી છે પણ સરકાર તબકકાવાર આ સીસ્ટમને જે નાણાકીય ટેકો આપે છે તે પાછો ખેચવા યોજના બનાવી રહ્યું છે. સરકારે આ માટે સંસદમાં યુપીઆઈ ચાર્જેબલ થઈ શકે તેવી સતા આપતો ખરડો મંજુર કરાવી લીધો છે પણ તેમાં રૂા.૨૦૦૦ સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહી તેવી ખાતરી આપી છે. યુપીઆઈના ઓપરેટીવ ખર્ચ અંદાજે રૂા.૨૦૭૦૦ કરોડ જેવો હોવાનો રિપોર્ટ છે. આ ખર્ચ હવે ઉપયોગકર્તાઓ પર લાદવા હાઈવેલ્યુ ટ્રાન્જેકશન પર ચાર્જનું માળખુ જાહેર ઝડપથી થાય તે મુદો સંસદીય સમીતી સમક્ષ છે અને તેમાં જણાવાયુ છે કે જો આ પ્રકારે સેવા આપતી કંપનીઓની નાણાકીય સ્થિતિ સદ્ધર નહી બનાવાય તો યુપીઆઈમાં સાયબર સિકયોરિટી, ફ્રોડ અટકાવવાના જરૂરી ફ્રેમવર્ક અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરના રોકાણ પર અસર થશે.


